રાજુલાના ચાંચ ગામે સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરવાના કેસમાં રાજુલાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અને સ્પેશિયલ (પોક્સો) કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની ધારદાર દલીલ અને દસ્તાવેજી પુરાવાના આધારે રાજુલા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ (પોક્સો) કોર્ટના જજ ડી.સી. ત્રિવેદીએ આરોપી અજય હરીભાઈ ગુજરીયા (રહે. ચાંચ, તા. રાજુલા)ને દોષિત ઠેરવ્યો હતો. આરોપી અજય ગુજરીયાએ ૨૦૨૦માં સગીર વયની કિશોરીનું બળજબરીથી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
ભોગ બનનારના વાલીએ ફરિયાદ નોંધાવ્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે આરોપીને ૈંઁઝ્ર કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૮ અને ૧૮ હેઠળ પણ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન મુજબ રૂ. ૫૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. આ ચુકાદાથી જિલ્લામાં આ પ્રકારના ગુના કરવાની ટેવ ધરાવતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે અને સમાજમાં આવા ગુનાઓ થતા અટકાવવામાં મદદ મળશે.