ચોમાસાની વિદાય બાદ સમગ્ર રાજયમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. આર્યુવેદ વિભાગની કામગીરી બાદ પણ ઘણીવાર રોગચાળો કાબુમાં આવતો નથી. જેના કારણે રાજુલાનાં ચાંચ બંદર ગામે રહેતી અનીતાબેન ચોથાભાઈ જાળીયાને ઝાડા-ઉલ્ટી અને તાવ આવતા સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હોવાનું સંજય ચોથાભાઈ જાળીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.