રાજુલાના છતડીયા ગામે વીડિયો લાઇવ કરી પુરુષને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પ્રતાપભાઈ મેરામભાઈ ધાખડાએ વડ ગામે રહેતા શિવરાજભાઈ વાલાભાઈ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાણા સાહેદ મહીપતભાઇ વાળાએ આરોપી વિરૂધ્ધમાં મારામારી અને લૂંટની ફરિયાદ કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીએ પોતાના મોબાઇલ ફોનના ઇન્સ્ટાગ્રામમાં લાઇવ થઇ તેમને તથા તેના પરિવાર વિશે ખરાબ અશ્લીલ શબ્દોમાં, જેમ ફાવે તેમ બોલી તેમજ બીભત્સ ગાળો બોલી તેની માતાના ચારિત્ર્ય વિશે ખરાબ અપશબ્દો બોલી આળ મુક્યું હતું. જેમ ફાવે તેમ બોલી જાહેરમાં ફોલોઅર્સ લાઇવ વીડિયો જોઇ શકે તે રીતે આરોપીએ વીડિયો લાઇવ કરી તેમજ આરોપીએ આંગળીથી ઇશારા કરી, ગોળી મારવાની અને વાત-વાતમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.