રાજુલાના જુની માંડરડી પ્રાથમિક શાળામાં સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો. એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૧૦ થી ૧૯ વર્ષના બાળકોને શૈક્ષણિક કીટ જેમાં બે પેન્સિલ, રબર, ઈરેઝર, કલરબોક્સ પેન સ્કેલ, પાઉચ, વ્હાઈટનર વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળકોને એડોલેશન અંતર્ગતનું આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સેવા જિલ્લા અધિક્ષક સીડીએચઓ, જિલ્લા કવોલેટી એશ્યોરન્સ ડોક્ટર જાટ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ.વી.કલસરિયા તથા વાવેરા મેડિકલ ઓફિસર રાહુલ ભૂતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ વડલી દ્વારા આપવામાં આવી હતી. પિયર એજ્યુકેટેડ સાથીયા આરોગ્ય એમ્બેસેડરને પાણીની બોટલ, ટીશર્ટ, કેપ, ડાયરી આપવામાં આવી હતી તેમજ એડોલેશન હેલ્થનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તથા ૨૪ માર્ચે ઉજવાતા રાષ્ટ્રીય ટીબી દિવસની માહિતી આપી હતી.