રાજુલાના ડુંગરથી કથીવદર રોડ ઉપર ગૌચરણમાં જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી ૧૦,૪૧૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
દોસ્તમહમદભાઇ અલારખભાઇ ગાહા, હાજીભાઇ ભીખાભાઇ કનોજીયા, ફારૂકભાઇ દાદભાઇ સમેજા તથા ઇસ્માઇલભાઇ તાજુભાઇ ગાહા ડુંગરથી કથીવદર રોડ ઉપર ગૈચરાણમાં બાવળની ઝાડીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૪૧૦ સાથે ઝડપાયા હતા. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.