રાજુલાનાં જાફરાબાદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી ગેરકાયદેસર વીજજાડાણ લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની કડક કાર્યવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ અસામાજીક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા ચાર દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકમાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર વીજજાડાણ લેનારાઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્યનાં માર્ગદર્શન નીચે ડુંગર પીએસઆઈ પલાસ તથા પીજીવીસીએલ સ્ટાફ દ્વારા ગામમાં રહેતા શબીર ઉર્ફે પોપટીયો મોમીન ગાહાનાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજજાડાણ હોવાથી પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.