રાજુલાના નીંગાળા ૧ ગામે ખેતરના શેઢા મુદ્દે કુટુંબીજનોમાં ડખો થયો હતો. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી કનુભાઇ મેણસીભાઇ લાખણોત્રા (ઉ.વ.૪૫)એ લક્ષ્મણભાઇ ગાંડાભાઇ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભત્રીજા તથા નીંગાળા-૦૧
ગામના હરસુરભાઇ બન્નેને અવાર-નવાર માથાકુટ થતી હતી. જેનું મન દુઃખ રાખી તેમને ડાબા ગાલ ઉપર બે ધોલ (ઝાપટ)નો મુંઢ માર્યો હતો. ઉપરાંત જેમ ફાવેતેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ લક્ષ્મણભાઇ ગાંડાભાઇ લાખણોત્રા આહીર (ઉ.વ.૫૪)એ કનુભાઇ મેણસીભાઇ લાખણોત્રા તથા બાબુભાઇ મેરૂભાઇ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનું તથા આરોપીનું ખેતર બાજુબાજુમાં હતું. જેથી શેઢાની તકરાર ચાલતી હતી. આ બાબતે સામસામે બોલાચાલી થતા આરોપીએ એકસંપ થઈ માથાના ભાગે તથા ખભાના ભાગે લાકડી વતી મુંઢ ઇજા કરી હતી. તેમજ ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ બી.ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.