રાજુલા તાલુકાના ભેરાઈ ગામે વીજલાઈન રીપેરીંગ માટે બાજુની વાડીમાંથી પોલ લેતા વાડી માલિક પિતા-પુત્રએ વીજ કર્મચારીને પથ્થરના ઘા મારી ફડાકા ઝીંકતા વીજ કર્મચારીએ પિતા-પુત્ર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે રાજુલામાં રહેતા કરણગીરી ભુપતગીરી ગૌસ્વામી પીજીવીસીએલમાં નોકરી કરે છે કરણગીરી ચાલુ નોકરી દરમિયાન ભેરાઈ ગામે ભીખાભાઈ માણસુરભાઈ રામની વાડીમાં રીપેરીંગનું કામ કરતા હોય તે દરમિયાન બાજુમાં આવેલ વાડીમાંથી અન્ય એક પોલ ચાલુ વીજલાઈનને સપોર્ટ આપવા માટે લેતા વાડી માલિક જીણાભાઈ જેઠુરભાઈ રામે વીજ કર્મચારીને પથ્થરના ઘા મારી ઈજા કરી હતી જયારે જીણાભાઈના દિકરાએ વીજ કર્મચારીએ ફડાક ઝીંકતા કરણગીરીએ જીણાભાઈ અને તેના દિકરા સામે પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.