રાજુલામાં રહેતા એક વેપારીનો કાંઠલો પકડીને તેને મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કનુભાઈ હકુભાઈ કવાડ (ઉ.વ.૪૦)એ ગીતાબેન કાળુભાઇ જીંજાળા, વિજયભાઇ કાળુભાઇ જીંજાળા, જનકભાઇ કાળુભાઇ જીંજાળા તથા જીગુબેન કાળુભાઇ જીંજાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આજથી ત્રણ મહિના પહેલા તેમને આરોપી સાથે પાણી ઢોળવા બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. આ બાબતનો ખાર રાખી તેમનો કાંઠલો પકડી પછાડી દઇ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત લાકડી વડે મુંઢમાર મારી મુંઢ ઇજાઓ કરી હતી. જે બાદ ગીતાબેન કાળુભાઇ જીંજાળા (ઉ.વ.૪૭)એ કનુભાઇ હકાભાઇ કવાડ, હકાભાઇ ભગવાનભાઇ કવાડ તથા સ્નેહલબેન કનુભાઇ કવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. આજથી ત્રણ મહિના પહેલા તેમને આરોપી સાથે પાણી ઢોળવા બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે ઘરમેળે સમાધાન થયું હતું. આ બાબતનો ખાર રાખી તેમને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ત્રણેય આરોપીઓએ જતા જતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઇ રાણાભાઇ કાબાભાઇ વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.