રાજુલા સરકારી કન્યા શાળા નંબર ત્રણમાં ધોરણ છમાં અભ્યાસ કરતી ૧૧ વર્ષની એંજલે ખૂબ જ નાની વયે ગુજરાત રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ અભિનયમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ત્યારે રાજુલાની આ કન્યાશાળા ખૂબ જ ગર્વ અનુભવે છે સાથે સાથે એન્જલ મહેતાએ આ સિવાય વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતો અને ઝોન કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં પણ અમરેલી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. રાજુલા શહેરના વિવિધ સરકારી કાર્યક્રમોમાં તેમજ બહારની જાહેર સભાઓમાં પણ એન્જલ પોતાની વિવિધ કાર્યશૈલીથી સ્પીચ આપી જનજાગૃતિ માટે કામ કરે છે.