રાજુલામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન ઓમ ઈન્ટરનેશનલ સ્કૂલ-કુંભારીયા ખાતે થયું હતું. આ ખેલ મહાકુંભની દરેક સ્પર્ધાઓમાં રાજુલાની જે.એ.સંઘવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહતી સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં કબડ્ડી અંડર ૧૪માં પ્રથમ, કબડ્ડી અંડર ૧૭માં દ્વિતીય, વોલીબોલ અંડર ૧૭માં દ્વિતીય, રસ્સાખેંચ અંડર ૧૭માં દ્વિતીય અને એથ્લેટિક્સ વિભાગમાં ગોળા ફેંક અંડર ૧૭માં પ્રથમ નંબરે ભાલીયા વિષ્ણુ, ઉંચી કુદ અંડર ૧૭માં પ્રથમ નંબરે કવાડ ધ્રુવીલ, ૮૦૦ મીટર દોડ અંડર ૧૭માં પ્રથમ નંબરે શિયાળ રાકેશ, બરછી ફેંક અંડર ૧૭માં દ્વિતીય નંબરે ભાલીયા વિષ્ણુ, લાંબી કુદ અંડર ૧૭માં દ્વિતીય નંબરે ગુજરીયા રોહિત, ૪૦૦ મીટર દોડ અંડર ૧૭માં તૃતીય નંબરે શિયાળ મનીષ, ૨૦૦ મીટર દોડ અંડર ૧૭માં તૃતીય નંબરે બાંભણિયા સાગર, યોગાસન અંડર ૧૭ માં પ્રથમ નંબરે વાઘેલા નૈતિક વગેરેનો સમાવેશ થાય છે. આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટી બિપીનભાઈ લહેરી, આચાર્ય જે.એમ.વાઘ, વ્યાયામ શિક્ષક કે.એન. વરૂ વગેરેએ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.