રાજુલા શહેરની શ્રી કમળાબેન ર. ગાંધી ફ્રી લાયબ્રેરીએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પ્રસંગે ૧૯ જાન્યુઆરીએ નિવૃત્તિ સદન ખાતે શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને ગાંધી ચેરિટી લાયબ્રેરી ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ ગાંધીએ લાયબ્રેરીની વિકાસગાથા વર્ણવી હતી. ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ લાયબ્રેરીના રિનોવેશન અને પુસ્તકો ખરીદવા માટે રૂ.પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. પ્રસંગે ગુજરાતના જાણીતા પત્રકાર ધૈવતભાઈ ત્રિવેદી સહિત અનેક સાહિત્યકારો, શિક્ષણવિદો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.