શ્રીમતી ટી જે.બી.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના યુવક મહોત્સવનું કાર્ય ખુબ જ સુંદરતા તથા સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું. તાલુકા કક્ષાનાં યુવક મહોત્સવનાં કન્વીનર સીમાબહેન પંડ્યાના આયોજન હેઠળ સમગ્ર શાળા પરિવારના સાથ સહકારથી આ કાર્ય દીપી ઊઠ્યું હતું. મહેમાનોએ પણ શાળાની કાર્યશૈલી તથા સૌજન્ય પૂર્ણ વ્યવહારની નોંધ લીધી હતી. યુવક મહોત્સવમાં વિવિધ સમાજ ઉપયોગી કલાઓ ચિત્ર, સર્જનાત્મક, વક્તૃત્વ, નિબંધ, ગીત સંગીતની સ્પર્ધાઓનું આયોજન થયુ હતું. જેમાં વિવિધ ક્ષેત્રનાં વરિષ્ઠ તથા તટસ્થ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.