પોલીસે આરોપીની ધરપકડ કરી રાજુલા પોલીસને સોંપ્યો
અમરેલી,તા.ર૩
રાજુલા પોલીસની ટીમે ટ્રક ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ ટ્રક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી રવિરાજ એન્ટરપ્રાઈઝ ઓફિસ પાસે પાર્ક કરેલો ટ્રક ચોરાયો હતો. જેમાં કુલ ત્રણ આરોપીઓ હતા, જેમાં જે તે સમયે ૨ આરોપી સાથે ટ્રક ઝડપી લેવાયા બાદ એક આરોપી ફરાર હતો અને ગુનો નોંધાયેલો હતો. ત્યારે આ ગુનામાં ૬ વર્ષથી ફરાર આરોપીનું લોકેશન શોધી નાસતા ફરતા સ્કવોડની ટીમ રાજસ્થાન રાજ્યમાં પહોંચી અજમેર જિલ્લાના પીસાંગન તાલુકાના શેઠન ગામમાંથી આરોપી હુકમારામ કાશીરામ (કેશુજી) બાવરી ધંધો ડ્રાઇવરને ઝડપી લીધો તેમની ધરપકડ કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.