રાજુલામાંથી પોલીસને બે ઇસમો રાત્રીના સમયે રખડતાં ભટકતાં પોતાની હાજરી છુપાવવાની કોશિશ કરતાં મળી આવ્યા હતા. રાજુલા બસ સ્ટેશન પાસેથી સિરાજભાઈ ઉર્ફે સીકો બોદરભાઈ ખોખર તથા કોહીનુર હોટલ પાસેથી રાજુભાઈ ઉર્ફે રાજુગીરીબાપુ શામજીભાઈ ગોહીલ સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી રાત્રીના સમયે મિલકત સંબંધી ગુનો કરવાના ઈરાદે રખડતા ભટકતા, પોતાની હાજરી છુપાવવાની કોશિશ કરતાં મળી આવ્યા હતા.