અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૧૩ જુગારીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૩૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજુલા મફતપરામાંથી અમરેલી એલસીબી ટીમે અકીલભાઇ નશીબભાઇ કુરેશી, શબ્બીરભાઇ ચાંદભાઇ બ્લોચ, જાહીદભાઇ ઉર્ફે મંત્રી ઇકબાલભાઇ કુરેશી, અહેમદભાઇ ઉર્ફે ફકીરો બાવદીનભાઇ પઠાણ, જાકીરહુસૈન ભીખુભાઇ શેખ તથા કરીમભાઇ ઉર્ફે શોહીલ અલારખભાઇ મેતરને બાવળની કાંટમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૧૮,૪૩૦ સાથે ઝડપી પાડ્યા હતા.
અમરેલી, સિટીમાં કુકાવાવ રોડ, ભારતનગર, બસ સ્ટેન્ડની સામે બાવળની કાંટમા જાહેરમાંથી ઇકબાલભાઇ જમાલભાઇ ચૌહાણ, ઇમરાનભાઇ સીરાજભાઇ ચૌહાણ, સલીમભાઇ સીરાજભાઇ ચૌહાણ, ઇરફાનશા અહેમદશા પઠાણ, અલ્ફેજભાઇ જમાલભાઇ પઠાણ, અંજુમભાઇ દાદુભાઇ બ્લોચ તથા સાબીરભાઇ સલીમભાઇ ડાયાતર ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૭,૧૫૦ સાથે ઝડપાયા હતા.