રાજુલા તાલુકામાં આયુષ્માન ભારત અભિયાન અંતર્ગત વ્યાપક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ કચેરી રાજુલા હેઠળના ૨૨ આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલી આ શિબિરમાં ૧૨૪૦થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડા. રશ્મિકાંત જોષીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં નીચેની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ અને સારવાર, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, હેલ્થ આઈ.ડી. કાર્ડ અને આયુષ્માન કાર્ડ વિતરણ, ટીબીનું સ્ક્રીનિંગ અને સારવાર, આયુષ સેવાઓ, યોગા અને મેડિટેશન માર્ગદર્શન, પોષણ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લોકોને વિવિધ આરોગ્ય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડા. એન.વી. કલસરીયા, મેડિકલ ઓફિસરો, કામ્યુનિટી હેલ્થ ઓફિસરો અને આરોગ્ય સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી.