રાજુલામાં જય માતાજી ગરબી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ આ વર્ષે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. માત્ર બાળા ખેલૈયાઓ જ ભાગ લેતી હતી, જેમાં સલામતીને ધ્યાનમાં લેતા મોટાભાગના વાલીઓ તેના બાળકોને અહીં રાસ રમવા મુકતા હતા. દરરોજ ૫૦૦ જેટલી બાળાઓ ગરબામાં ભાગ લેતી હતી તેમજ દરરોજ ઇનામની વણઝાર હતી. જેમાં કાયમી ઇનામો પણ આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા દિવસે દાતાઓ દ્વારા તેમજ જય માતાજી ગ્રુપ દ્વારા બાળાઓને ઢગલાબંધ ઇનામો આપવામાં આવતા બાળાઓમાં રાજીપો જોવા મળ્યો હતો. આ નવરાત્રીમાં મુખ્ય મહેમાન આઈમા શ્રી વાલબાઈ ગરણી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા એસપી હિમકર સિંહ તથા ભરતભાઈ કાનાબારે હાજરી આપી હતી.