શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કાલેજ રાજુલા ખાતે આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થિની બહેનોને સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેનો હેતુ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી ઉચ્ચ શિક્ષણથી આત્મ નિર્ભર બનાવવાનો હતો. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા માટે અદ્યતન પુસ્તકોનો લાયબ્રેરીમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ ગૌરાંગભાઈ બી.મહેતા તથા કપોળ મહાજન ટ્રસ્ટી વસુંધરા સ્ટોરના માલિક બિપિનભાઈ મહેતા તથા અવધ ટાઈમ્સ બ્યુરોનાં વરિષ્ઠ પત્રકાર કનુભાઈ વરુ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ તથા કાલેજ કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઈ વાજા તથા દુર્ગા વાહિની મહિલા પ્રમુખ વિભાબહેન મહેતા તથા ઉપપ્રમુખ હેતલબેન મેખીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.