રાજુલામાં દિવાળી ટાળે જ બેન્કનું સર્વર ડાઉન થઈ જતા ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજુલામાં ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓના પગાર થઈ ગયા છે. જેના કારણે બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે. તેની વચ્ચે એસબીઆઈ બેંકમાં સર્વર ડાઉન થયું હતું. જેના કારણે વ્યવહાર ઠપ્પ થયો હતો. અહીં કામગીરી અટકી જતા બેંકમાં લોકોની લાંબી લાઈનો લાગી હતી. છતાં પણ લોકોને પૈસા મળ્યા ન હતા. ઉપરાંત કલાકો સુધી રાહ જોવી પડી હતી. બીજી તરફ શહેરમાં તમામ બેંકના ૨૦ જેટલા એટીએમ આવેલા છે. પરંતુ તહેવાર સમયે એકપણ એટીએમમાં નાણાં નથી. લોકો ધક્કા ખાઈ રહ્યા છે. દિવાળી સમયે જ બેંકોનો વહીવટ કથળ્યો છે જેના કારણે લોકોને પરેશાની વેઠવી પડે છે.