ગાયત્રી શક્તિપીઠ રાજુલામાં સુદર્શન નેત્રાલય અમરેલીનો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૪૮ દર્દીઓની તપાસ કરી ૧૫૬ મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે લઇ જવાનું નક્કી થયું હતું. આ કેમ્પ સાથે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં ૮૦ દર્દીઓને તપાસ કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. એપોલો હોસ્પિટલ અમદાવાદના કેન્સરના નિષ્ણાંત ડા.સ્મિત દોશીએ ઉપસ્થિત રહી દર્દીઓ તપાસ્યા હતા.