રાજુલામાં રહેતા દયાબેન દિપકભાઈ બાબરીયા (ઉ.વ.૨૮)એ પતિ દિપકભાઈ રામજીભાઈ બાબરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા આરોપી પતિ-પત્ની થાય છે. પતિએ તેમને ‘આપણે ઝઘડો થાય છે તે વાતની જાણ તારા માતા-પિતાને કેમ કરે છે’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી એલ્યુમિનિયમ પટ્ટી વડે ફટકારી હતી. જેને લઈ માથામાં ૧૮ ટકા આવ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.