રાજુલામાં એક ફ્‌લેટના પા‹કગમાં પાર્ક કરેલ બાઇકની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જુની બારપટોળી ગામે રહેતા કલ્પેશભાઈ ભરતભાઈ દેસાઈ (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમના નાનભાઈ બ્રીજેશભાઈએ રાજુલામાં શુભમ એપાર્ટમેન્ટના પા‹કગમાં બાઇક પાર્ક કરી હતી. ૩૦ હજારની કિંમતના બાઇકની અજાણ્યો શખ્સ તકનો લાભ લઇને ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.