રાજુલામાં પાછલા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હોય આજે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઇ હતી. પોલીસે અહી ૨૧ વાહન ડિટેઇન કર્યા હતા અને ૨૭૨ એનસી કેસ સાથે ૯૯૨૦૦નો દંડ વસુલાયો હતો. શહેરમાં ટ્રાફિકના નિયમોનું વાહન ચાલકો ઉલ્લંઘન કરતા હોય અને માર્ગ પર બેફામ વાહનો દોડાવી રહ્યાં હોય પીઆઇ કોલાદરાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયુ હતું. અહીના એસ.ટી. વિસ્તાર, હવેલી ચોક, હોસ્પિટલ ચોક, ચારનાળા સહિતના વિસ્તારમાં આ ઝુંબેશ હાથ ધરાઇ હતી. પોલીસે લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો તેમજ આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહી ૨૭૨ એનસી કેસ કરી ૨૧ વાહન ડિટેઇન કર્યા હતા અને ૯૯૨૦૦ના દંડની વસુલાત કરી હતી. પોલીસે બજારમાં દુકાનદારોને પણ સૂચના આપી દુકાન આગળ કોઇ લારી ધારકોને ભાડે ઉભા રહેવા ન દેવા જણાવ્યું હતું. એસ.ટી. બસ સ્ટેન્ડ આગળથી ખાનગી વાહન ચાલકોને પણ હટાવી દેવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.