રાજુલા શહેરમાં મીરાનગર ખાતર આવેલ બગડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુરુ આશ્રમ ભેરાઈ રોડ ખાતે બજરંગદાસ બાપાની ૪૮ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા સવારના રાજભોગ આરતી, સંધ્યા આરતી, બાપાનો મહાપ્રસાદ, હનુમાન ચાલીસા તેમજ ફ્રી રોગ સર્વ નિદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન આ બગડેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.