રાજુલાના મારૂતિ ધામ મંદિરના પટાંગણમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમી તારીખ ૬ થી ૧૨ હનુમાનજી પ્રાગટ્ય દિવસ સુધી આ કથા ચાલશે. આ કથાનું રસપાન શાસ્ત્રી હિતેશ દાદા કરાવી રહ્યા છે. પ્રભુદાસ બાપુની સ્મૃતિમાં વિશ્વ શાંતિ માટે આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મારૂતિ ધામ મંદિરમાં અવિરતપણે અન્નક્ષેત્ર અને ગૌસેવા કરવામાં આવે છે. મહંત ભાવેશ બાપુ અને તેમના પરિવારે આ કથાનું આયોજન કર્યું છે. કથાના પ્રથમ દિવસે અંબાજી મંદિરથી પોથી યાત્રા નીકળી હતી, જે મારૂતિ ધામના કથા મંડપ સુધી પહોંચી હતી. શાસ્ત્રી આચાર્ય હિતેશ દાદાએ કથાની શરૂઆત કરી હતી. રામ ભક્તોને આ કથાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. રાજુલાના વસંતભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં ગૌસેવા કરવામાં આવે છે.