રાજુલામાં રહેતા એક રત્ન કલાકારને ‘મોબાઇલમાં કોની સાથે વાત કરે છે’ કહી મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શૈલેષભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ.૩૦)એ સાગરભાઈ ભરતભાઈ વાણીયા તથા રાકેશભાઈ ભુપતભાઈ વાણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ યાદવ ચોકમાં મોબાઇલ લઇને બેઠા હતા. તે વખતે આરોપીઓ મોટર સાયકલ લઇને તેમની પાસે આવી ‘મોબાઇલમાં કોની સાથે વાત કરે છે’ તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત તેમને પી.વી.સી. પાઇપ વડે મુંઢમાર મારીને રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ તોડી નાખ્યો હતો. તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી બન્નેએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.