રાજુલા ખાતે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને વડનગર -૨ પ્રાથમિક શાળા ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે આજરોજ “વીર બાળ દિવસ” તરીકે જાહેર કરેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય હિરાભાઈ સોલંકી સાથે ભાજપ પરિવારના રવુભાઈ ખુમાણ, ગૌરાંગભાઈ મહેતા, શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરૂ, ભરતભાઈ જાની, અક્ષયભાઈ ધાખડા, મનીષભાઈ વાઘેલા, રણછોડભાઈ મકવાણા, ગીરીશભાઈ જોશી, ચિંતનભાઈ જોશી, યુવા ભાજપના પ્રમુખ ચિરાગભાઈ જોશી, શાળાના આચાર્ય તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.