રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમોના રહેણાંક મકાને રાજુલા પોલીસે રાજુલા પીજીવીસીએલ ટીમના કર્મચારીઓને સાથે રાખી ગેરકાયદેસર વીજ જાડાણ અંગેની કાર્વવાહી કરેલ અને નગરપાલિકા તથા અલગ અલગ વિભાગના અધિકારી તથા કર્મચારીઓને સાથે રાખી અસામાજીક ત¥વોની મિલકત અંગેની તપાસ કરેલ અને કાર્યવાહી કરેલ હતી. જેમાં રાજુલામાં રહેતા જયરાજભાઈ બીચ્છુભાઈ વાળા તથા ભરતભાઈ કાળાભાઈ કળસરીયા રાજુલાવાળા બંને ઈસમો રાજુલા પોલીસ સ્ટેશન આવેલ અને સ્વૈચ્છીક રીતે જણાવેલ કે અમો બંને ઈસમોએ મળી જુના કડીયાળી રોડ પર આવેલ હરીઓમ સોસાયટીમાં આવેલ સાર્વનજિક પ્લોટ પર ગેરકાયદેસર રીતે મકાન ચણી લીધું છે. બંને ઈસમો દ્વારા હરીઓમ સોસાયટીમાં કરેલ ગેરકાયદેસર બાંધકામનું પોલીસ બંદોબસ્ત રાખી ડિમોલેશન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત બંને ઈસમોમાંથી જયરાજભાઈ બીચ્છુભાઈ વાળા વિરૂધ્ધ કુલ ર૯ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજી. થયેલ છે.