રાજુલા એસટી ડેપો ખાતે ડેપો મેનેજર મમતાબેન જાશીની હાજરીમાં ફાયર સેફટી અંગે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી ડિવિઝનના સિક્યુરિટી અધિકારી ડાભી, મહેશભાઈ સેલાર તેમજ એ.એસ.ઓ હાજર રહ્યા હતા અને કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે રાજુલા ડેપો યુનિટ સેક્રેટરી મયુરસિંહ પરમાર દ્વારા ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.