રાજુલા શહેરમાં આવેલ સંઘવી પ્રાથમિક શાળા નં.૪નું ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૯પ લાખનાં ખર્ચે તૈયાર થનાર શાળામાં ભૌતિક સુવિધા સાથે ૧૦ વર્ગખંડ બનાવવામાં આવશે. આ તકે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સુવિધાઓની જરૂર હશે ત્યાં સ્વખર્ચે પણ બાંધકામ કરાશે. આ તકે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજીક આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.