રાજુલા તાલુકા આરોગ્ય કચેરી ખાતે હેલ્થ વિઝીટર તરીકે ફરજ બજાવતા માલતીબેન પીપળીયા વય મર્યાદાને કારણે ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ. માલતીબેન ૩૪ વર્ષ અને ૧૦ મહિનાની નોકરી બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આર.સી.એચ.ઓ ડો. અખિલેશ સિંઘ, ક્વોલિટી ઓફિસર ડો. આર.કે. જાટ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એન.વી. કલસરીયા સહિતના આરોગ્ય સ્ટાફે જૂની યાદોને વાગોળી હતી. આ ઉપરાંત તેમના કાર્યકાળમાં લોકોપયોગી કામગીરીને બિરદાવવામાં આવી હતી.