રાજુલા નગરપાલિકાના નિવૃત્ત થયેલા કર્મચારી કમલેશભાઈ વ્યાસનો વિદાય સમારંભ ભંડારીયા હનુમાનજી મંદિરે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં મંદિરે થાળ ધરવામાં આવ્યો હતો. આ સમારંભમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી ભાવનાબેન ગોસ્વામી, રાજુલા નગરપાલિકાના પ્રમુખ મયુર દાદા દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ, પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, નગરપાલિકાના ચેરમેન હેમલભાઈ વસોયા અને નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, રાજુલા નગરપાલિકાના કર્મચારીઓ કમલેશભાઈ મહેતા, અનકભાઈ ધાખડા, અજયભાઈ ગોહિલ અને પ્રભાત જોશી પણ આ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.