રાજુલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ માટે પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી અને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. રાજુલા નગરપાલિકા પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવેની વરણી કરવામાં આવી જ્યારે ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે હેમલ વસોયાની વરણી કરવામાં આવતા નગરપાલિકામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.