૪ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
રાજુલા, તા.ર૪
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીઓ લોકો ઉપર હુમલો કરતી હોય છે. અગાઉ અનેક વિદ્યાર્થીઓ ઉપર પણ ઝેરી મધમાખીઓએ હુમલો કરી ડંખ મારવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે રાજુલા તાલુકાના ચારોડીયા ગામ નજીક મજૂર પરિવાર ચાલીને જઈ રહ્યો હતો તે દરમિયાન ઝેરી મધમાખીના ઝુંડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેથી અફડાતફડી મચી હતી અને અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યાં હતા. પરિવારના ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઝેરી મધમાખીએ ડંખ મારતા ઈમરજન્સી ૧૦૮ની મદદથી રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.