રાજુલા પંથકમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મુખમૈથુન કરાવી શરીર પર બચકાં ભર્યા હતા અને નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે પીડિતાએ રાજુલામાં રહેતા મહેશભાઇ ઉર્ફે જાની હરિશંકરભાઈ જાખરા (ઉ.વ.૭૦) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેમને સિંગર બનાવવાની લાલચ આપી, ગીતનું શૂટિંગ કરવા માટે અમદાવાદ જવાનું કહ્યું હતું.
રાજુલા મુકામે તેમની બહેન જયશ્રીના મકાનના રૂમમાં તથા અમદાવાદના પાલડી મુકામે આવેલી ગોપી હોટલના રૂમમાં અસંખ્ય વાર બળજબરી કરી, કપડા ઉતારી, તેમની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. તેમજ તેમની મરજી વિરૂધ્ધ બળજબરીથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી, ગાલ, ખભા, પીઠ, સાથળના ભાગે બચકાં ભરી ઇજા પહોંચાડી હતી. તેના નગ્ન ફોટો વાયરલ કરવાની તથા તેને અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી.ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.