રાજુલા પંથકમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવકે તેના મિત્રની ખોટી ઓળખ આપી પરિચય કેળવ્યો હતો. જે બાદ વીડિયો કોલ કરી ગુપ્તાંગ બતાવી વીડિયો કોલનું સ્ક્રીન રેકોડિંગ કરી લીધું હતું. ઉપરાંત યુવતીને પણ ગુપ્તાંગ બતાવવા અંગેની બિભત્સ માંગણી કરી તેના ફોટા અને વીડિયો વાયરલ કરી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે ફેક આઈડીમાંથી બિભત્સ માંગણી કરી હતી. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એમ.કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.