રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન પોકેટકોપ મોબાઇલ અને ઇ-ગુજકોપની મદદથી મોટરસાયકલની ચોરીઓ કરતા બે ઇસમોને ચોરેલી બે મોટરસાયકલ સાથે પકડીને મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. રાજુલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બે શંકાસ્પદ મોટર સાયકલ સાથે બંને આરોપીઓ-રણજીત કાંતીભાઇ વાઘેલા ઉ.વ.૨૨, ધંધો- મજૂરી અને જીતેષ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલા ઉ.વ.૨૦, ધંધો-મજૂરી (બંને રહે.મૂળ સનાળી તા.વડીયા હાલ.ખાખરીયા, રેલવે સ્ટેશન પાસે તા.વડીયા જી.અમરેલી) તેમણે આર.સી. બુક રજૂ કરેલ ન હોય જેથી શંકા જતા પ્રથમ પોકેટકોપ મોબાઇલમાં તથા બાદમાં ઇ-ગુજકોપમાં ખરાઇ કરતા આ મોટરસાઇકલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા આધારે તે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.