રાજુલા પોલીસ દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં માર્ચ મહિનામાં સૌથી મોટી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ૩૧ માર્ચ સુધીમાં એમબી એકટ મુજબ ૮૭૨ એન.સી. કેસ કરવામાં આવ્યા અને સ્થળ ઉપર ૨,૧૬,૯૦૦ નો દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો. જ્યારે ૨૦૭ મુજબ ૧૦૯ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા અને ડિટેઇન કરેલા વાહનોનો આર.ટી.ઓ. દંડ ૨,૭૪,૩૦૦ થવા પામ્યો હતો. આ માર્ચ મહિનામાં કુલ પાંચ લાખ કરતા વધારેની આવક સરકારની તિજોરીમાં જમા થઈ અને વાહન ચાલકોને દંડ આપ્યો હતો પરિણામે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગામી સમયમાં પણ ટ્રાફિકની આ કામગીરી કડકમાં કડક રીતે ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં રાજુલા પી.આઇ. એ.ડી. ચાવડા, પી.એસ.આઇ ચૌહાણ ટ્રાફિક ઇન્ચાર્જ વૈભવભાઈ સોલંકી, નીરૂભાઈ પરમાર, વિજયભાઈ કોટીલા, મેહુલભાઈ જોગરાણા સહિત સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.