અમરેલી જિલ્લાનાં પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીઓ પણ પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવતા હોવાથી મહિલા કર્મચારીઓની આ ફરજની નોંધ લઈ ગૃહ રાજયમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભારતીબેન પરમાર/વેગડા ઉત્કૃષ્ટ કામગીરી કરતાં હોવાથી રેન્જ આઈજી ગૌતમ પરમાર, વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા તથા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની ઉપસ્થિતિમાં રાજયનાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. ભારતીબેનનું સન્માન થતાં તેમના પરિવારજનો અને પોલીસ બેડામાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.