રાજુલા શહેરમાં આગામી દિવસો રામનવમી તહેવારમાં ભાઈચારો, કોમી એખલાસ જળવાઈ રહે તે માટે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં ટ્રાફિક સમસ્યા, શ્રમિકોની પોલીસ દ્વારા હેરાનગતિ, ધૂમ સ્ટાઈલ બાઈક સવાર, યુવતીઓની છેડતી જેવા પ્રશ્નો રજૂ થયા હતા. બેઠકમાં ચેમ્બર પ્રમુખ મનીષભાઈ વાળા, બકુલભાઈ વોરા, સચિન દેવ મહેતા, મનીષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.