રાજુલા પોલીસ સ્ટેશનમાં e-FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરી થયેલા મોબાઇલ સાથે એક ઇસમને રાજુલા પોલીસ ટીમે ઝડપી લીધો હતો. ૨૮/૦૨/૨૦૨૪ ના રાત્રીના બે વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધીના કોઇ પણ સમયે રાજુલા સરકારી દવાખાનાના નવા બિલ્ડીંગમાં ચાર્જીંગમાં રાખેલા ફોનની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થયો ગયો હતો. જે અંગે ઈ-એફઆઈઆર નોંધાયા બાદ રાજુલા પો.સ્ટે.ના પીઆઈ આઇ.જે.ગીડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઇ. જયરાજભાઇ જેતુભાઇ તથા હેડ.કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ તથા ટાઉનબીટના હેડ કોન્સ. મુકેશભાઇ પરશોતમભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સીસ તેમજ રાજુલા શહેરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસની મદદ લઇ આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આરોપી રાહુલ ઉર્ફે રઘલો પુનાભાઇ સોલંકી સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ૪ ગુના નોંધાયેલા છે.