રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભાવ ૧૩૫૬નો આવતા ખેડૂતોમાં ઉત્સાહ છવાયો હતો. અહીં ખરીદી સેન્ટર ઉપર કુલ ૨૫૦૦ જેટલા ખેડૂતોનું રજીસ્ટેÙશન કરવામાં આવ્યું છે. જેમાંથી ૫૦ ખેડૂતોને આજે બોલાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ટેકાના ભાવે ૨૦૧૦૦ ગુણીની ખરીદી કરવામાં આવી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, યાર્ડના ચેરમેન સહિતનાઓએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.