રાજુલા માર્કેટ યાર્ડ ખાતે ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને માર્કેટ યાર્ડ-રાજુલાના પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજુલા ખાંભા તાલુકા સંઘના પ્રમુખ રમેશભાઇ ડોબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માર્કેટ યાર્ડના વિવિધ સદસ્યો, ગુજકોમાસોલના પ્રતિનિધિ, વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.