રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિમળાબેન હરકિશન દાસ મહેતા કન્યા છાત્રાલય અને એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ-કોમર્સ કાલેજની એન.એસ.એસ. યુનિટની સ્વયંસેવિકા કુલ ૧૦૫ બહેનોએ ભાવનગરસ્થિત પીએનઆર સંસ્થાની મુલાકાત લીધી હતી. સંસ્થાના ટ્રસ્ટી મહોદય અનંતભાઇ શાહ અને ટ્રસ્ટી ડી.જે.ધંધુકિયાએ બહેનોને આવકાર સાથે સંસ્થાનો હેતુ તથા કાર્ય અંગે માહિતગાર કરેલ. કેતનભાઈ રૂપેરા, દિનેશભાઈ, ખેવનાબેન ઓઝા, હિતેશભાઈ પંડ્યાએ નટરાજ કાલેજ અને અંધ ઉદ્યોગ શાળા, હાઈ ટેક ઇન્ક્યુલઝિવ સ્કૂલ, અંકુર શાળાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.