રાજુલા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે વૃદ્ધાશ્રમના પટાંગણમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બજરંગ દળના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું હતું કે બજરંગ દળ દ્વારા રમતગમત અને જૂની રમતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ કબડ્ડી સ્પર્ધા યોજાઈ છે. આ કાર્યક્રમમાં ચિરાગ બી. જોશી, ગૌરાંગભાઈ મહેતા, ઘનશ્યામભાઈ મશરૂ, નિમેષભાઈ ઠાકર, દિનેશભાઈ કલસરિયા, ખુમાણ સાહેબ, ઘનશ્યામભાઈ પિંજર, મનિષભાઈ વાધેલા અને દુર્ગાવાહિનીની બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.