રાજુલામાં રહેતી એક મહિલાને ગાળો આપવામાં આવી હતી. ગીતાબેન રણજીતભાઈ વાળા (ઉ.વ.૩૪)એ શેલારભાઈ બચુભાઈ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિ સાથે અજયભાઈ ખુમાણે કોઇ વાતને લઇ માથાકૂટ કરી હતી. જેથી તેમને સમજાવવા દુકાને ગયા હતા. તેઓ સમજાવતા હતા ત્યારે સામાવાળા આવી ગયા હતા અને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.