રાજુલા સાવરકુંડલા રોડ પર એક અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ બનાવ વિગતે જાઈએ તો રાજુલા- સાવરકુંડલા હાઈવે ઉપર નચિકેતા સ્કૂલ નજીક એક છોટા હાથી વાહન અને મોટરસાયકલ સામસામે અથડાતા મોટરસાયકલ સવાર યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ ૧૦૮ ને કરવામાં આવતા યુવાનને રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઝાપોદર ગામના સરપંચ મનુભાઈ અને ડોકટર જેઠવાએ યુવાનના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી અન્ય ફોનમાં નાખી તેમના સગાને જાણ કરી હતી. યુવાનની હાલત ગંભીર હોવાથી મહુવા હોસ્પિટલ લઈ જવા દરમિયાન સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. મૃતકનું નામ જાહિદ સમા હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.