રાજુલા સરકારી હોસ્પિટલ દ્વારા એક સગર્ભા માતા જેને સિકલસેલ પોઝિટિવ હતું અને અતિ જોખમી હાલત હોવાને લીધે તેને અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી લઈ જવા જરૂરી હતું અને તેમની ત્યાં ડિલિવરી થવી એ પણ જરૂરી હતી, જેથી રાજુલા સરકારી હોસ્પિટલ દ્વારા આ દર્દીને રાજુલાથી અમરેલી સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. જેથી રાજુલા ૧૦૮ની ટીમ સગર્ભા માતાને લઈ અને અમરેલી જવા માટે નીકળી ગઈ હતી, પરંતુ એ દરમિયાન રસ્તામાં જ ગોખરવાળા ગામ નજીક એમ્બ્યુલન્સની અંદર જ સગર્ભા માતાને પ્રસૂતિની અસહ્ય પીડા થતા રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ ઉભી રાખવાની ફરજ પડી હતી. ઇ.એમ.ટી. સોહીલ જાડેજાને એમ્બ્યુલન્સની અંદર જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. જેથી ઇએમટી સોહીલ જાડેજા અને પાયલોટ મેહુલ બારોટે યોગ્ય સુઝબુઝથી પ્રસૂતાને સફળ ડિલિવરી એમ્બ્યુલન્સની અંદર જ કરાવી હતી.