ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખેત ઉત્પાદનની ખરીદી-વેચાણ વ્યવસ્થાનું માધ્યમ બની પોષણયુકત વળતર ખેડૂતો સરળતાથી મેળવી શકે તે માટે ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને રાજયની પ્રાકૃતિક યુનિવર્સિટી સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ તકે ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બીપીનભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. કે.સી. ટીંબડીયા, ગુજકોમાસોલના સીઈઓ દિનેશભાઈ સુથાર, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દિનપ્રતિદિન પ્રાકૃતિક ખેતી તરફ કૃષિકારો જઈ રહ્યા છે તેવા સમયે ગુજકોમાસોલ અને પ્રાકૃતિક યુનિવર્સિટી વચ્ચેનો કરાર પ્રાકૃતિક ખેત ઉત્પાદનને નવું બળ પૂરું પાડશે.